August 7, 2026
ગુજરાત

રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયા

મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં કોરોનાની સ્થિતિના અનુસંધાનેકોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડ લાઈનમાં કેટલીક  છૂટછાટ  આપવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયો છે, રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને પરમીશન અપાઈ છે

ગત ગાઈડલાઇન 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી ત્યારે રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી છે. 6 મનપાને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તી અપાયા બાદ હવે અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.વેપારીઓને તકલીફ ન થાય તેને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.

અમદાવાદ અને વડોદરા બન્ને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલ/રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલિવરી સેવાને છૂટ અપાઈ છે .તમામ પ્રકારના રાજકીય, સામાજીક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો,રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને, બંધ સ્થળની ક્ષમતાના બંધ સ્થળોએ 50 ટકા લોકોને મંજૂરી અપાઈ છે

હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીંતમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના 2 ડોઝ ફરજિયાત રહેશે,બસ અને લક્ઝરીમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરીને મંજૂરી.જીમ, બાગ-બગીચા સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.25-02-2022 સુધી નવા નિયંત્રણો લાગૂ પડશે

રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૧૭.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં રાત્રિ કર્યુ તથા નિયંત્રણો તેમજ સમગ્ર રાજયમાં પણ તા,૨૫,૦૨,૨૦૨૨ના સવારના ૦૫:૦૦ કલાક સુધી કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ હતા. પુખ્ત વિચારણા બાદ ગૃહ વિભાગના તા.૧૭.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં અમલમાં મુકવામાં આવેલ રાત્રિ કર્યુ તા.૨૫.૨.૨૦૨૨થી દૂર કરવામાં આવે છે. 3. રહેશે. સમગ્ર રાજયમાં નીચે મુજબના નિયંત્રણો તા.૨૫.૦૨.૨૦૨૨ થી તા.૦૧.૦૩.૨૦૨૨ સુધી અમલમા રહેશે

તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના ૪.National Directives for Covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Related posts

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશન દ્વારા બીઆરટીએ રુટ પરના વાહનો તેમજ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો

Ahmedabad Samay

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોમાં ૩ મીમી થી ૨૦ મીમી સુધી નો હળવાથી મધ્‍યમ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો