August 8, 2026
ગુજરાતઅપરાધતાજા સમાચાર

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ખોટા વિઝા બનાવનાર ચાર આરોપીની ધરપકડ કરી છે. ત્યારે તેઓ 20 થી 22 લાખમાં વિઝા બનાવી આપતા હતા.

ગુજરાત ATSની ટીમે નકલી વિઝા બનવવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ATS એ બાતમીને આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ એર-વે હોલીડેઝમાં દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા સામે આવ્યું હતું કે અહીં નકલી વિઝા બનાવી આપવામાં આવે છે. જેમાં ATS એ આરોપીઓ નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલની ધરપકડ કરી છે.

આરોપી જે લોકોને વિદેશ જવાની ઉતાવળ હોય તેને પ્રથમ ટાર્ગેટ કરતા હતા. ત્યારે આરોપીઓ ડુપ્લિકેટ વિઝાના નામે ગ્રાહકો પાસેથી 20 થી 22 લાખ પડાવતા હતા. આરોપીઓ પાસેથી પોલીસને 5 પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જે પાસપોર્ટમાં કેનેડાના વિઝા હતા. ત્યારે પોલીસને શંકાસ્પદ લાગતા કેનેડા સરકારની એજન્સી મારફતે તપાસ કરતા પાંચેય પાસપોર્ટધારકોના વિઝા એપ્લિકેશન રદ્દ થયેલ જાણવા મળ્યું હતું. જ્યારે દ્રશ્યમાં દેખાતો મુખ્ય આરોપી નિલેશ પંડ્યા છે.

તે અગાઉ ચલણી નોટ, નકલી વિઝા અને પાસપોર્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. ત્યારે આરોપીઓ વિઝા ધારકની એપ્લિકેશન રદ્દ થઈ હોવા છતાં ગ્રાહકના મેઈલ આઈડી પર વિઝા એપ્રુવ થયાનો બનાવતી મેઈલ મોકલી આપતા હતા. આ ઉપરાંત કેનેડાના વિઝામાં વિઝા ડુપ્લીકેટ છે એ ખબર ના પડે તે માટે નકલી સ્ટીકર પાસપોર્ટ પર ચોંટાળ્યા હતા. આ રીતે આરોપીઓ ગ્રાહક સાથે છેતરપિંડી આચરતા હતા. જ્યારે પિયુષ પટેલ નામનો આરોપી રાજસ્થાનમાં પણ નકલી વિઝાના કેસમાં સંડોવાયેલ છે.

જ્યારે હાલમાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીઓએ કેટલા લોકોને ભોગ બનાવ્યા તેમજ લોકો પાસેથી કુલ કેટલી રકમની છેતરપિંડી કરી અને અન્ય આરોપીઓમાં સામેલ છે કે નહીં તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો