August 13, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી, અસારવા ખાતે પીએમ મોદીના સ્વાગતમાં ગિરિવર શેખાવત, પ્રદીપ પરમાર, બીપીનભાઈ પટેલ અને ગુજરાતના અનેક રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://youtube.com/shorts/c6XrMYpiZ2c?feature=share

તેમજ તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ છે, ગુજરાતના લાખો લોકો એક મોટા ક્ષેત્રમાં બ્રોડ ગેજ લાઈન ન હોવાથી હેરાન થતા હતા તેમને રાહત મળશે,આજનુ આ આયોજન માત્ર બે રેલ રૂટ પર ટ્રેનનુ ચાલવુજ નથી આ એટલુ મોટુ કામ પૂર્ણ થયુ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, આ કામ પૂર્ણ થવાની રાહ જોતા જોતા દશકા નીકળી ગયા છે, આજથી આ પૂરા રૂટનુ કાયાકલ્પ થયુ છે, તેમજ અસારવાથી હિંમતનગરથી ઉદયપુર સુધી લાઈન મોટી થઈ માત્ર ગુજરાત નહી પરંતુ રાજસ્થાનના પણ અનેક લોકો જોડાયેલા છે,

અહીથી નીકળેલી ટ્રેન દેશના કોઈ પણ ભાગમા જઈ શકશે, તેમજ અસારવાથી ઉદયપુર ૩૦૦ કિમી બ્રોડ ગેજમા બદલાવાથી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રો દિલ્લી અને ઉત્તર ભારતથી જોડાઈ જશે, તેમજ આ અમદાવાદ અને દિલ્લી માટે વૈકલ્પિક રૂટ તૈયાર થયો છે, આનાથી કચ્છ નાથદ્વારા ઉદયપુરના પર્યટકોને લાભ થશે,

પીએમ મોદીએ વધુમા જણાવ્યુ હતુ કે હિમતનગરના ટાઇલ્સ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થવાનો છે, તેમજ ડબલ એન્જિન સરકાર કામ કરે તેના અનેક ફાયદા થાય છે, વર્ષ 2014થી પહેલા ગુજરાતમા નવા રેલ રૂટ માટે કેન્દ્ર સરકાર પાસે વારંવાર જવુ પડતુ હતુ, ગુજરાત સાથે અન્યાય કરવામા આવતો હતો,

પણ ડબલ એન્જિન સરકાર બનવાથી કામ અને અન્ય બાબતોમા તાકાત મળી છે, જેમા 2014 થી 2022 વચ્ચે લાઈનો મોટી સંખ્યામા વધારવામા આવી છે,
આ નવા રુટની વાત કરીએ તો અમદાવાદ (અસારવા)- હિમતનગર -ઉદેપુર વિભાગનો પ્રારંભ વિસ્તારના લોકો માટે વરદાન સાબિત થશે, 299 કિમીનો આ વિભાગ રૂપિયા 2482,38 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે, આ વિભાગ ના મુખ્ય સ્ટેશનો અમદાવાદ શામળાજીરોડ હિંમતનગર નાંદોલ દહેગામ ડુંગરપુર પ્રાંતિજ અને ઉદયપુર છે, આ વિભાગ દેશના બાકીના ભાગો સાથે કનેક્ટિવિટીના સંદર્ભમા આ વિસ્તારોમા રહેતા સ્થાનિક લોકો માટે મોટી રાહત હશે,

આ પ્રવાસીઓ વેપારીઓ તેમજ આ વિસ્તારની આસપાસના ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે,હિમતનગરમા ટાઇલ અને સિરામિક ઉદ્યોગો આ રેલ પ્રોજેક્ટનો લાભ લઈ શકે છે.

https://youtu.be/MuXfPBSCAhI

Related posts

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

અમદાવાદ: જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, ટ્રાફિક પોલીસ બાદ હવે AMC પણ ફટકારશે દંડ

Ahmedabad Samay

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો