August 9, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવને આપના મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. મળતી માહિતી પ્રમાણે ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી શકે છે. કારણ કે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવને આપના મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી પાંચ દિવસ ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદના એક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.ઇસુદાન દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે

હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે, ઇસુદાન ગઢવી દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. મળતી વિગતો પ્રમાણે ઇસુદાન ગઢવીના નામ માટે 73 ટકા લોકોએ પોતાની સહમતી આપી છે. ત્યારે આ દરમિયાન એવા પણ સવાલો થયા થઈ રહ્યા છે કે, ઇસુદાન ગઢવી કઈ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. મળતી માહિતી પ્રમાણે ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે. ગુજરાતની જનતા માટે આસ્થાના ધામ તરીકે પ્રખ્યાત દ્વારકા ધામથી તેઓ ચૂંટણી લજશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.આ પણ વાંચો: મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતા ઇસુદાન ગઢવીએ કહ્યુ, ‘રાજનીતિ મારો શોખ નહી, મારી મજબૂરી’

વિધાનસભાની ચૂંટણી માટે આ સૌથી મોટા સમાચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ સૌથી મોટા સમાચાર છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત માટે લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે અરવિંદ કેજરીવાલ દ્વારા CM ઉમેદવાર માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છે. જે બાદ તેઓ કયા ક્ષેત્રમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે તેની પણ અટકળો લગાવામાં આવી રહી હતી. તેથી મળતી વિગતો પ્રમાણે ઇસુદાન ગઢવી દ્વારકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે. નોંધનીય છે કે, રેસમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સૌથી આગળ માનવમાં આવે છે. આપ દ્વારા લોકો પાસે વિગતો માગી હતી કે ગુજરાતના લોકો જેને પસંદ કરશે તેને જ આપ મુખ્યમંત્રનું પદ આપશે તેવું અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ હતુ. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, અમે એક રૂમમાં બેસીને મુખ્યમંત્રીની પસંદગી નથી કરતા. અમે CM પદના ચહેરા માટે લોકો પાસે ગયા હતા. જેમાં 16 લાખથી વધુ લોકોએ વોટિંગ કર્યુ હતુ. જેમા 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા છે.

Related posts

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો પ્રારંભ કર્યો

Ahmedabad Samay

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો