September 27, 2026
ગુજરાતરાજકારણ

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ યાત્રા અંગે માહિતી આપી હતી.

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ પત્રકાર પરિષદને સંબોધી યાત્રા અંગેનો ઉદ્દેશ અને રૃપરેખા અંગે માહિતી આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની એતિહાસીક જીત બદલ ગુજરાતની જનતાનો આભાર.ગુજરાતની જનતાએ ફરી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે. ગુજરાત વિધાનસભાની આ ભવ્ય જીતની અસર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશની તેમજ આવનાર લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમા પણ અસર થશે. આ ચૂંટણીમાં યુવા મોરચાએ પણ ભવ્ય જીતની ગાથામાં મહત્વનો ફાળો આપ્યો છે તે બદલ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ અને કાર્યકરોનો ખૂબ આભાર કે તેમણે સતત એક વર્ષ વિવિધ કાર્યક્રમો થકી ગુજરાતના યુવાનો સમક્ષ પાર્ટીનો સંદેશો પહોંચાડવામા યોગદાન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં યુવા મોરચા દ્વારા એક વર્ષથી દેશભરમાં ભાજપ સાશિત રાજયોમાં થયેલા વિકાસના કાર્યો અંગે માહિતી મેળવા સુશાન યાત્રા નિકાળવમાં આવી છે. આ યાત્રા થકી ભાજપ સાશિત પ્રદેશોમાં બે કે ત્રણ દિવસ દરમિયાન એજ્યુકેશન, હેલ્થ, ફાઇનાન્સ સહિત વિવિધ કાયોનો તાગ કાર્યોકરો કરે તે માટે આ યાત્રા દેશભરમાં નિકાળવામાં આવી છે. આ યાત્રામાં દેશના દરેક રાજયોમાંથી અને પ્રદેશ સ્તરના એમ ૫૦ જેટલા કાર્યકરોની એક ટીમ બનાવવામાં આવી છે. ગત એક વર્ષથી આશરે ૯ સુસાશન યાત્રા દેશના વિવિધ રાજયોમાં પુરી થઇ છે આજથી ગુજરાતમાં સુશાસન યાત્રા શરૃ થઇ છે.

આવનાર બે દિવસમાં સુશાન યાત્રા અંતર્ગત બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં ભાજપ સરકારમાં જે રીતે વિવિધ મોડલલક્ષી વિકાસના કાર્યો થયા છે તેને યુવા મોરચાના કાર્યકરો માહિતી એકત્ર કરી તેમજના પ્રદેશમાં વિકાસના કાર્યોની માહિતી -દેશના કાર્યકરો અને મીડિયાને આપશે. પાછલા ૩૦ વર્ષમાં ગુજરાત સુશાનની લેબોરેટરી બન્યું છે.

ગુજરાતમાં દરેક ક્ષેત્ર વિકાસ થયો છે તે માટે ગુજરાત રાજય આજે દેશ માટે એક આદર્શ રાજય બન્યું છે. સુશાન યાત્રા દરમિયાન ઇફ્કો,ગીફટ સીટી, રેલ્વે સ્ટેશન, વિદ્યા સમિક્ષા કેન્દ્ર,ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ પ્રમુખ સ્વામિ શતાબ્દી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમમા સ્વયંસેવક અને સંતો સાથે આયોજન અંગે માહિતી લેવામાં આવશે તેમજ સેવાકીય કાર્યોમાં પણ ભાગ લેવામાં આવશે.

 

ગુજરાત  પ્રદેશ યુવા મોરચાના  પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ, રાષ્ટ્રીય મહામંત્રી રોહીત ચહલ, યુવા મોરચા રાષ્ટ્રીય સંયોજક વરુણ ઝવેરી, યુવા મોરચાના રાષ્ટ્રીય મીડિયા કન્વીનર અમનદીપસિહ, યુવા મોરચાના  પ્રદેશ મહામંત્રીઆ ડો. નરેશભાઇ દેસાઇ,   ઇશાનભાઇ સોની કર્ણાવતી મહાનગર યુવા મોરચાના  પ્રમુખ  વિનયભાઇ દેસાઇ, કર્ણાવતી મહાનગર મીડિયા સેલના કન્વીનર વિક્રમભાઇ જન,  પ્રદેશ યુવા મોરચાના કન્વીનરો   લીલાઘરભાઇ ખડગે,  કૃતિકભાઇ ભટ્ટ સહિત યુવા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

આંબેડકર આવાસ યોજનાના ૪૪ લાભાર્થીઓને કરાયું ચેકનું વિતરણ: ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે, સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે, જાણો શુ હશે નિયમો

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો