August 7, 2026
અપરાધગુજરાત

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

સરસપુરમાં એક શિક્ષકે વિદ્યાર્થિનીને ભણાવવાના બહાને છેડતી કરી ગુરુ વિદ્યાર્થીના સંબંધ પર કીચડ ઉચાડતો કિસ્સો સામે આવ્યો છે.

વિદ્યાર્થિનીના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ શહેરકોટડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હકીકત જાણી આરોપી સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી. આ શિક્ષકે અન્ય કોઇ સાથે આવું ગંદુકામ કર્યું છે કે કેમ તે બાબતને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી શિક્ષકનું નામ અજય સોલંકી છે. જેને ગુરુ અને વિદ્યાર્થિનીના સંબંધને લાંછન લાગે તેવું કૃત્ય કરતા તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.  સરસપુર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કરે છે અને છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી પાસે ટ્યુશન ક્લાસમાં જતી હતી. 9 જાન્યુઆરીના રોજ આરોપી અજય સોલંકીએ અભ્યાસના નામે સગીરાને રોકી હતી. અને ત્યાર બાદ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી.

આ અંગે સગીરાએ પરિવારને શિક્ષકની કરતૂત જણાવતા પરિવારે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

Related posts

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

ખંભાતમાં રાજપૂત કરણી સેના દ્વારા ગૌરીવર્ત નિમિત્તે દીકરીઓનેફરાળી વેફર તથા આઇસક્રીમ વિતરણ કરાયું હતું.

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો