September 21, 2026
ગુજરાત

ગાંધીનગર- પીએસઆઈ ભરતી કૌભાંડનો આરોપી મયુર તડવી રીમાન્ડ પર, તપાસમાં થશે વધુ ખુલાસા

ગાંધીનગર કોર્ટ દ્વારા 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બંને બાજુની બેદરકારી હોવીની ગાંધીનગર કોર્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી. આ મામલે પોલીસે પણ રીમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આરોપી મયુર તડવીના  રાજકીય પીઠ બળની પણ તપાસ કરવી જરુરી છે.

PSI ભરતી કૌભાંડને લઈને ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા છે ત્યારે સરકારને પરીક્ષા મામલે ઘણું સાંભળવું પડી રહ્યું છે. ત્યારે ગૃહવિભાગ સામે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ આ પ્રકારે ભરતી કૌભાંડ બંધ કરવાને લઈને કરવામાં આવી રહ્યો છે. પીએસઆઈ ભરતી કૌભાંડમાં મયુર તડવીએ ગેરરિતી દાખવી હોવાનો આક્ષેપો થતા આ મામલે તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર કોર્ટમાં રીમાન્ડ પણ મયુર તડવી મામલે આજે મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવી  શકે છે.

10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર
પોલીસ દ્વારા આરોપીને રજૂ કરીને 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટ તરફથી  મયુર તડવીના રીમાન્ડ મળતા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર એલસીબીએ પણ સમગ્ર મામલે કૌભાંડની તપાસ તેજ કરી છે.

મયુર તડવી મામલે ડાભોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. કરાઈ તેની ટ્રેનિંગ પણ ચાલતી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારે હવે આરોપી મયુર તડવીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે રીમાન્ડ માંગવામાં આવતા 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મયુર તડવી મામલે ખાસ કરીને ગુજરાતભરમાં યુવાનોમાં નારાજગી પણ જોવા મળી રહી છે કેમ કે, એક તરફ મહેનત કરીને જે યુવાનો એક બે માર્ક્સ માટે રહી જાય છે તેમને આજીવન અફશોસ પણ કરવો પડતો હોય છે ત્યારે આ પ્રકારની ભરતી કૌભાંડમાં અન્ય નામો પણ બની શકે છે સામે આવી શકે.

Related posts

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો