August 7, 2026
ગુજરાત

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન અનુસાર સરકારે 2023માં મેટ્રોનું અમદાવાદ શહેરમાં કામ પૂર્ણ થશે તેની ડેડલાઈન આપી છે. અમદાવાદમાં કેટલુંક કામ બાકી છે ત્યારે આ કામગિરી ક્યારે પૂર્ણ થશે તેના જવાબના ભાગરુપે પ્રશ્નોતરી કાળમાં આ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મેટ્રો અત્યારે પૂર્વથી લઈને પશ્ચિમના છેડા સુધી બે અલગ અલગ રુટ પર ચાલી રહી છે. ત્યારે આ રૂટ સિવાય 1.43 કિમીનું કામ બાકી છે. તેની કામગિરી પણ અત્યારે ચાલી રહી છે. મોટાભાગની અમદાવાદની કામગિરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ બાકી કામગિરીને લઈને  પૂછાયેલા સવાલના જવાબમાં સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

વિધાનસભામાં પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર ગૃહમાં જવાબ રજૂ કરાયો હતો. અમદાવાદમાં શહેરમાં બાકી રહેલા મેટ્રોનું કામ તેજીથી શરું છે. ત્યારે અન્ય રુટ પર 1.43 કિમીનું કામ ડીસેમ્બર 2023માં પૂર્ણ થતા સંપૂર્ણ કામગિરી પૂર્ણ થશે. ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.

અમદાવાદની મેટ્રોમાં અત્યારે મુસાફરોની સંખ્યા વધી છે ત્યારે સવલતો પણ મુસાફરોને મળી રહી છે. અત્યારે દર 20 મિનિટ અમદાવાદીઓને દરેક સ્ટેશન પર મેટ્રો ઉપલબ્ધ થઈ રહી છે. મેટ્રોમાં મોટી સંખ્યામાં મુસાફરો થલતેજથી વસ્ત્રાલ સુધના વધુ મળી રહ્યા છે. આગામી સમયમાં વધુ  ફ્રીક્વન્સી પણ મેટ્રોની વધી શકે છે. આ ઉપરાંત અત્યારે સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Related posts

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો