September 26, 2026
ગુજરાત

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

અમદાવાદ શહેરમાં એસઓજીની ટીમને એક મોટી સફળતી મળી છે. અમદાવાદ શહેરની અલગ-અલગ કુલ 17 બેન્કમાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી હેઠળ ટીમે 14.31 લાખની નકલી ચલણી નોટો પકડી પાડી હતી.

એસઓજીએ આ નકલી ચલણી નોટો જપ્ત કરીને અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. માહિતી મુજબ, એસઓજીની ટીમને તપાસ દરમિયાન 17 બેન્કમાંથી રૂ.2 હજાર, રૂ.500, રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.20, રૂ.10 દરની કુલ 3574 નકલી નોટો મળી હતી, જેની કુલ રકમ રૂ.14.31 લાખ થાય છે.

17 બેન્કમાં તપાસ કરી 14.31 લાખની નકલી ચલણી નોટો પકડી પાડી

મીડિયા અહેવાલ  મુજબ, આઈસીઆઈસીઆઇમાંથી 1252, બેન્ક ઓફ બરોડામાંથી 96, એચડીએફસીમાંથી 856, એક્સિસ બેન્કમાંથી 738, કોટક મહિન્દ્રામાંથી 384, ડીસીબીમાંથી 17, કાલુપુર કો.ઓ.બેન્કમાંથી 31, ગુજરાત સ્ટેટ કો.ઓ.માંથી 4, યસ બેન્કમાંથી 17, આડીબીઆઇમાંથી 80, સારસ્વતમાંથી 4, એયુ સ્મોલમાંથી 19, આઇડીએફસી ફર્સ્ટમાંથી 18, અભ્યુદમાંથી 3, એસબીઆઇમાંથી 8 નોટ મળી આવી હતી. આ મામલે એસઓજીની ટીમે નકલી નોટો અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો