સુરતમાં ફરી એકવાર કપલ બોક્સમાં દુષ્કર્મની ફરીયાદ દાખલ કરાઈ છે. પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કર્યાની ધમકી આપી હતી. આ ચોંકવનારો કિસ્સો સુરતનો સામે આવ્યો છે. બે વર્ષથી પરિણીતાને તે બ્લેકમેલ કરતો હતો. અગાઉ તેની સાથે બ્લેકમેલ કરી શારિરીક સબંધો બાંધ્યા બાદ વારંવાર સબંધો બાંધવા પર મજબૂર કરતા ડ્રાઈવર સામે આખરે ફરીયાદ દાખલ કરાઈ છે.
સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ થયાનો આરોપ મયૂર પ્રવિણ નાવડિયા પર લગાવવામાં આવ્યો છે. સિંગણપોર પોલીસે આરોપીની અટકાયત કરી છે. ફેસબુક થકી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ વાતચીત થયા બાદ પરિણીતાને કપલ બોક્સમાં બોલાવી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અગાઉ મહિલાના ફોટા પાડીને બ્લેકમેલ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આ ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં આ ચોંકવનારી ઘટના આવી છે ત્યારે બીજી તરફ કપલ બોક્સ પર પ્રતિબંધ હોવા છતાં પણ અંદરખાને આ કપલ બોક્સ ચાલી રહ્યા છે. ત્યારે કપલ બોક્સમાં મહિલાને ભોગ બનાવવામાં આવી છે. પરણિતા સાથેના અંગતપળના ફોટો લઈ લીધા હતા ત્યારબાદ વારંવાર બ્લેક મેલ કરતો હોવાની વિગતો સામે આવી રહી છે. જેના સહારે શારિરીક સબંધો બાંધવા માટે મજબૂર કરતો હતો. છેવટે કંટાળીને પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખ કરાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સિંગણપોરની પરિણીતાએ આરોપ લગાવ્યો છે તે ડ્રાઈવર અગાઉ પીસીઆરના આઉટસોર્સ ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો.