September 22, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. માહિતી મુજબ, રવિવારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે રાજ્યના 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વિભાગે જણાવ્યું કે, 10 માર્ચ બાદ ગરમીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે 7મી માર્ચે સાબરકાંઠા, બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ વિસ્તારમાં પડ્યું વરસાદી ઝાપટું

માહિતી મુજબ, રાજ્યના હવામાન વિભાગે અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સુરતના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હોવાના સમાચાર છે. ઉપરાંત, બારડોલી, પલસાણા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાપી અને તેના નજીકના વિસ્તારમાં વરસાદ થયો હોવાની માહિતી છે. સાથે જ રાજ્યના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વના તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ હોળી પ્રગટાવાના સમયે પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ખેડૂતોના જીવ અધ્ધર થયા

રવિવારની વાત કરીએ તો સાંજ પછી રાજકોટ, ભાવનગરમાં વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. મીડિયા અહેવાલ મુજબ, રાજકોટના જસદણમાં એપીએમસીમાં ખુલ્લા પડેલા ઘઉં, એરંડા, જીરુ સહિતના પાક પલળી જવાથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.

Related posts

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં યોજાનાર કોમન વેલ્‍થ ગેમ અંગે પોલીસ દ્વારા 50 ચેકીંગ પોઇન્‍ટ નક્કી કર્યા

Ahmedabad Samay

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

રાજ્યમાં આગામી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ઝુંબેશ હાથ ધરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો