August 25, 2026
ગુજરાત

ગાંધીનગર: નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, 14થી 18 માર્ચ સુધી અહીં થશે ભરતી મેળાનું આયોજન

નોકરીની શોધ કરતા યુવક-યુવતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજ દ્વારા 14થી 16 માર્ચ સુધી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 18 માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળો યોજાશે.

માહિતી મુજબ, ગાંધીનગર અને અમદાવાદની વિવિધ વિદ્યાશાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ ભરતી મેળો 14થી 16 માર્ચ દરમિયાન યોજાશે. ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે 14 માર્ચે જ્યારે 15 અને 16 માર્ચે ગાંધીનગરની પોલિટેકનિક કોલેજમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 15 માર્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે.

રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે

જ્યારે સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. માહિતી મુજબ, આ રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે. ઉપરાંત, શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જે 18 માર્ચે યોજાશે અને આ મેળામાં ઇન્ટરવ્યૂના આધારે 500થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં ધો.9,10 અને 12 પાસ સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.

Related posts

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay

કાંકરિયા લેકફ્રન્ટ ટૂંક સમયમાં જ એક નવા અને આધુનિક કલેવરમાં જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો