August 13, 2026
Other

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરા જીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

માહી ગ્રુપના સભ્યો મિત્રોના જન્મદિવસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે  શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટના ખજાનચી  અમિતભાઈ ઠકરારના લાડકા દીકરા જીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા હતા જેમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક, તેમજ બાળકોને નાસ્તાનું વિતરણ, તેમજ માહી ગ્રુપ અને ગોપનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની જાહેર જનતા માટે કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં હાથ પગ ગોઠણ કોણી ગરદન એડી ના દુઃખાવા સાઇટીકા મણકાની તકલીફ પેટ ના દર્દો પડખાનો દુખાવો પેચોટીની તકલીફ શરીરમા કોઇ નસ દબાતી હોય ,હાથ પગ મા ખાલી ચડતી હોય,માથાનો દુખાવો-માઇગ્રેન, થાઇરોડ  વગેરે રોગોની સારવાર આપવામાં આવી હતી જેનો પોરબંદરની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો

ઉપરોક્ત સેવાકાર્યોનું આયોજન ઠકરાર પરિવારના સહયોગથી કરવામાં આવેલ આ સેવાકાર્યોમાં માહી ગ્રુપ ના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ટ્રસ્ટી અશોકભાઈ ભાદ્રેચા, ખજાનચી સોશિયલ મીડિયા અધ્યક્ષ રાજભાઈ અગ્રાવત, સભ્ય હરેન્દ્રભાઇ હાડા, હાર્દિકભાઈ લુક્કા, કારાભાઈ પાંડવ, રમેશભાઈ મસાણી, મોહનભાઈ ઓડેદરા, પરાગભાઈ લાખાણી, ધનંજયભાઈ ઓઝા, જયેશભાઈ પાઉ, ભરતભાઈ ભટ્ટ, દેવભાઈ ગોસલીયા, હરીશભાઇ, વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો અને દીકરા જીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી

Related posts

ગ્રેડ પે મામલે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

Ahmedabad Samay

વધુ એક EV કંપની એ રોકાણકારો ને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limited ના શેર

admin

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો