August 21, 2026
Other

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

રામનવમી પર વડોદરા શહેરમાં રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્‍પષ્ટ ચીમકી રાજ્‍ય ગળહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્‍ચારી હતી.

વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્‍ય ગળહ મંત્રીએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં કોઈપણ ધર્મના ઉત્‍સવો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે કોઈની અફવાથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં તાજેતરમાં વડોદરા શહેરમાં રામ નવમીની યાત્રા પર જે રીતે પથ્‍થર મારો થયો હતો અને જે પથ્‍થર મારો કરનારા તત્‍વો હતા તેઓની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તે દિવસના સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરામાંથી મળેલી ફૂટેજ હોય તેના આધારે તમામ તોફાની તત્‍વો ને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે રાજ્‍ય સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.તેમણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હેડ સ્‍પીચ આપનારા વ્‍યક્‍તિઓ હોય જેને કારણે તોફાનોની શકયતાઓ રહેલી છે તેવા સામે પણ ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી રહી છે આવા વ્‍યક્‍તિઓ સામે પણ કોઈની શેહ શરમમાં આવ્‍યા વિના કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી કે 4 બેંકોમાંથી લીધી 52 લાખની લોન, બધું ગુમાવ્યું, હવે વેચે છે કિડની

admin

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો