September 27, 2026
અપરાધ

અમદાવાદ: નિકોલમાં 25 વર્ષીય ડોક્ટરે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો, 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવે એવી ઘટના બની છે. 25 વર્ષીય તબીબે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો છે. રાતે ઘરે પરિવાર સાથે જમ્યા બાદ તબીબે પોતાના રૂમમાં જઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે નિકોલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, તબીબના આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.

મળતી માહિતી મુજબ, નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલી કેમ્પ્સ કોર્નર સોસાયટીમાં 25 વર્ષીય ડોક્ટર રાહુલ પટેલ પરિવાર સાથે રહેતા હતા. તેઓ નિકોલમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. રાહુલના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. રાહુલ પટેલે થોડા દિવસ પહેલા જ નિકોલમાં રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ રાહુલ તેમની પત્ની કાજલ અને પિતા રમેશભાઈ ચલાવે છે. હોસ્પિટલમાં ફરજ બજાવ્યા પછી રાહુલ સાંજે રેસ્ટોરન્ટ પર આવતા હતા. દરમિયાન મંગળવારે રાહુલની પત્ની કાજલને પીયરે જવું હોવાથી તે નીકળી ગઈ હતી. જ્યારે સાંજે રાહુલ અને તેમના પિતા રમેશભાઈ રેસ્ટોરન્ટ પર હતા.

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

રાતે રેસ્ટોરન્ટ બંધ કરીને રાહુલ પિતા સાથે ઘરે આવ્યા હતા. જ્યાં પરિવાર સાથે જમ્યા પછી રાબેતા મુજબ રાહુલ પોતાના રૂમમાં સૂવા ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે રાહુલ રૂમમાંથી બહાર ન આવતા પિતાને શંકા ગઈ હતી. આથી તેમણે રૂમ ખોલી ચેક કરતા રાહુલ બેભાન અવસ્થામાં બેડ પર પડ્યો હતો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે રાહુલને મૃત ઘોષિત કર્યો હતો. રાહુલે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. રાહુલના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ કરી ગયું છે. રાહુલના પિતાએ જણાવ્યું કે, એવું કોઈ કારણ નથી કે રાહુલે આ પગલું ભરવું પડે. રાહુલના લગ્નને માત્ર 5 મહિના જ થયા છે. પતિ અને પત્ની વચ્ચે ક્યારે કોઈ ઝઘડો પણ નથી થયો. હાલ, નિકોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Related posts

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

નાશિક ધર્મ પરિવર્તનના ગંભીર આરોપોનો ખુલાસો,આ સમગ્ર કેસની માસ્ટરમાઈન્ડ તરીકે HR મેનેજર નિદા ખાનનું નામ સામે આવ્યું, અન્યની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ બોડકદેવ, સોલા રોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં થતાં લિંગ પરીક્ષણનો ખુલ્યો ભેદ, સોનોગ્રાફી મશીન સીલ, ડૉક્ટર દંપત્તિ પર કાર્યવાહી

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો