August 13, 2026
ગુજરાત

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, કોર્પોરેશન હવે રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે બાઉન્સરો રાખશે. આ માટે સ્ટેટ લીગલ ઓથોરિટીએ હોટસ્પોટ પણ નક્કી કર્યા છે. શહેરના કુલ 96 સ્થળ પર રખડતા ઢોરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સરોની તૈનાતી કરશે.

હાઈકોર્ટમાં કોર્પોરેશને પોતાની નીતિ રજૂ કરી

અહેવાલ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતાં ઢોર પકડવાની નીતિને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી છે. આ સાથે જ રખડતાં ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને પણ રજૂઆત કરાઈ છે. કોર્પોરેશને એફિડેવિટ દાખલ કરી આ સમગ્ર મામલે રજૂઆત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે, અગાઉ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સામે આવતા ગુજરાત હાઈકોર્ટે પણ રખડતા ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, છતાં પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ વસ્ત્રાલ વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો હતો. રખડતા ઢોરે યુવકને અડફેટમાં લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 10 ટાંકા આવ્યા હતા.

Related posts

અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

Ahmedabad Samay

મળો ગુજરાતના આનંદ કુમારને, ૪ વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપે છે અને ૩૦૦થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા

admin

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો