October 13, 2026
ગુજરાત

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

RTE ACT – 2009 ની કલમ 12.1 . ( C ) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % લેખે ધોરણ -૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ અને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ હતો .

જેમાં આશરે ૬૮,૯૪૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો . RTE પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં ૭૬૦૧ ખાલી જગ્યાઓ સામે ૧૯,૭૧૨ જેટલા અરજદારો બાકી રહેવા પામેલ છે . તથા ગુજરાતી માધ્યમમાં ૨૪ ર ૬ ખાલી જગ્યાઓ સામે ૬૦,૨૯૭ જેટલા અરજદારો બાકી રહેવા પામેલ છે .

તથા હિન્દી અને અન્ય માધ્યમોમાં ૧૯૧૭ જેટલી ખાલી જગ્યાઓ સામે ૬૦ જેટલા અરજદારો બાકી રહેવા પામેલ છે જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને , RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે . જેથી , વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય .

જે વિધાર્થીઓ RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા : ૧૫ / o૯ / ર ૦ ર ૬ , બુધવાર થી તા : – ૧૭ / ૦૯ / ર ર , શુક્રવાર સુધીમાં RTE ના વેબપોર્ટલ http://te.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે .

ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે . શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનો ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે .

ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે . આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી

 નોંધ : શાળાઓની પુન પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે . જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Related posts

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

પોલીસબેડામાં ફરી ઉથલપાથલ, ૦૬ પી.આઇ. ની બદલી

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો