August 7, 2026
ગુજરાત

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

વિશ્વમાં સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેર અને બહારથી આવતા લાખો લોકોને રોજગાર આપી રહ્યો છે. જો કે, સતત વધી રહેલી મોંઘવારીથી રત્નકલાકારો પણ પરેશાન થયા છે. સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500થી વધુ રત્નકલાકારો પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. સાથે જ જો પગાર વધારો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

હીરા ઉદ્યોગમાં 1.5 લાખ કારીગરોની અછત

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલાક સમય મંદીનો દોર રહેતા અને યોગ્ય પગાર ધોરણ ન હોવાથી છેલ્લા કેટલાક સમયથી નવા કરીગરો આ ઉદ્યોગમાં આવતા નથી અને જે કારીગરો હાલ છે તે પણ અન્ય વ્યવસાય કે નોકરી તરફ વળી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. એક રિપોર્ટ મુજબ, હાલ પણ સુરતના હીરા ઉદ્યોગમાં 1.5 લાખ કારીગરોની અછત છે. પરંતુ, જે રત્નકલાકારો હાલ છે તે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500 કારીગરોએ પગાર વધારાની માગ સાથે વિરોધ દાખવ્યો છે.

પગાર વધારો ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

મળતી માહિતી મુજબ, ગુરુવારે પગાર વધારાની માગ સાથે કંપનીના કારીગરોએ કંપનીની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સામાન્ય રીતે વર્ષ પૂર્ણ થાય ત્યારે પગાર વધારો કરવામાં આવે છે, પરંતુ કપંનીના નિયમ મુજબ પગાર વધારો ન કરાયો હોવાનો આરોપ રત્નકલાકારો કરી રહ્યા છે. આથી ગુરુવારથી કંપનીના કારીગરોએ વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતર્યા છે. સાથે જ જો પગાર વધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related posts

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરીંગ, ટોળાએ ભેગા થઈ જતા આરોપીને પકડી પાડ્યો, ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયો

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો