અમદાવાદના મણિનગરમાં વૃંદાવન જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની કોશિસ સાથે ફાયરીંગ કર્યું હતું. ત્યારે ટોળું ભેગું થઈ જતા તેને હવામાં ફાયરીંગ કર્યું હતું. દેવું થઈ જતા લૂંટનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું. દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળ્યા છે. દિવસ દરમિયાન રેકી કર્યા બાદ દુકાનને ચોરી કરવા માટે ટાર્ગેટ બનાવી હતી. આરોપી આર્મી જવાન છે અને દેવું થઈ જતા તેને લૂંટનો પ્લાન કર્યો હતો.
અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ઘટનાઓ મામલ લાગી રહ્યું છે. અસમાજિત તત્વોનો આતંક અગાઉ સામે આવ્યો છે ત્યારે 24 કલાકમાં ગુંડાગિરીની બીજી ઘટના સામે આવી હતી.
દેવું વધી જતા આર્મીના જવાને લૂંટના ઈરાદા સાથે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જો કે, આ ઘટના બાદ સ્થાનિકોએ આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્વેલર્સમાં એક શખ્સ રીવોલ્વર લઈને ત્રાટક્યો હતો ત્યારે જ્વેલર્સના માલિકે પ્રતિકાર કર્યો હતો. આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે તેમજ આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. હાલમાં શેખેન્દ્રસિંહ સામે આર્મ્સએક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.