September 23, 2026
ગુજરાત

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો લોકદરબારનો કાર્યક્રમ હોવાથી તેઓ આવતીકાલે સુરતથી અમદાવાદ આવશે. ચાણક્યપુરીમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઈકાલે વિશાળ જનમેદનીમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે હવે અમદાવાદમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તોની વચ્ચે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આવતીકાલે 8 વાગે સુરતથી હવાઈ માર્ગેથી નકળી અમદાવાદ સવારે 9 કલાકે પહોંચશે.

અમદાવાદથી અંબાજી દર્શન કરવા માટે તેઓ પહોંચશે. જ્યાં માં અંબાના દર્શન કરીને તેઓ આશીર્વાદ મેળવશે. તેઓ અમદાવાદ આવીને રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે બાબા બાગેશ્વર સુરતમાં છે જ્યાં ફાઈસ્ટાર હોટલમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરનો તેમનો કાર્યક્રમ હતો પરંતું પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. સુરતથી આવતીકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. જો કે, પ્રથમ દિવસે જ ગુજરાતમાં તેઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જો કે, અમદાવાદ બાદ તેમનો રાજકોટનો કાર્યક્રમ યોજવામાં આવશે. આમ ગુજરાતમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Related posts

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

હાલમાં ૧૮ રૂપિયામાં મળતી એક સિગારેટ ટૂંક સમયમાં ૭૨ રૂપિયામાં મળશે

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો