August 7, 2026
ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨મુ અંગદાન કરાયું હતું. રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત સાંપડ્યો. પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી.

મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે ૨૭ મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા. જાહેર થયા ત્યારે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.
      ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ અને અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ( દાદા ) એ અમદાવાદથી રાજકોટ પ્રવાસ ખેડી તેમના પરિવારજનો સમક્ષ પહોંચ્યા. મુકેશભાઈ ના બ્રેઇનડેડ થયાનો સમગ્ર ચિતાર રજુ કરીને તેઓને અંગદાન અંગેની સમજ આપી. જેનાથી પ્રેરણા લઈ રાણા પરિવારે એક જૂથ થઈને મુકેશભાઈના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનુ દાન મેળવવામાં સફળતા મળી છે.
       સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે આજે રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે.અંગદાનની સેવાકીય પ્રવૃત્તિમાં સહાયક તરીકે અમારી પડખે ઉભેલા દિલીપભાઇ દેશમુખ (દાદા) નો અંગદાનના સેવાકીય કાર્યની સુવાસ રાજ્યભરમાં પહોંચાડવામાં મહત્વનો ફાળો રહેલો છે.

Related posts

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને ડુમસ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,સુરત એરપોર્ટ પર ૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Samay

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો