August 8, 2026
ગુજરાત

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

બુધવાર મધરાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માલેતુજાર બાપના દીકરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી બ્રિજ પર અકસ્માત જોવા ઊભા રહેલા કેટલાક લોકોને અડફેટે લઈ 30 ફૂટ ઉલાળ્યા હતા. આ ઘટનામાં 3 પોલીસકર્મી સહિત કુલ 9 લોકોના મોત નીપજ્યા છે. આકસ્માત બાદ પોલીસે તથ્ય પટેલ અને તેની સાથે કારમાં સવાર અન્ય 3 યુવતી અને 2 યુવકની ધરપકડ કરી છે.

બાપ-દીકરાએ કાન પકડી માફી માગી

આ કેસમાં આરોપી તથ્યના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગત રાતે પોલીસે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉપરાંત, ત્યાં બંને આરોપી પિતા-પુત્રે કાન પકડીને માફી પણ માગી હતી અને ઉઠકબેઠક લગાવી હતી. ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલને એસજી-2 પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. આ કેસમાં FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે, તથ્યની ગાડી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ હતી. પોલીસે પણ હવે તથ્યની કસ્ટડી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

કાર સવાર તમામનું મેડિકલ થશે

માહિતી મુજબ, જેગુઆર કારમાં સવાર તમામ લોકોની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે. કારમાં સવાર તથ્ય સહિત 3 યુવક અને 3 યુવતીઓએ કોઈ પણ પ્રકારનો નશો કર્યો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

Related posts

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો