અમદાવાદના સિટીએમ ચાર રસ્તા સોમવારની મોડી સાંજે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આઈ 20 કારમાં અચાનક આગ ફાટી નીકળતા કાર અધ વચ્ચે જ રોકીને કાર ચાલકે પોતાનો જીવ બચાવ્યો હતો
ઘટનામાં મોટી જાનહાનિ બનતા ટળી હતી. ફાયર બ્રિગેડને સમગ્ર મામલા વિશે જાણ કરાતા તેમણ સળગી રહેલી કાર ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર નિયંત્રણ મેળવ્યો હતો.
બનાવને પગલે થોડી ટ્રાફિક જામના સર્જાયા હતા. જોકે, આગ કાબુમાં આવી ગયા બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવાયો હતો. ગાડીમાં આગ ક્યાં કારણસર લાગી તે અંગેનું કારણ જાણવા મળેલ નથી.