September 21, 2026
ગુજરાત

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

શહેરમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે.  એક અઠવાડીયામાં આંખ આવવાના કેસો 2300થી વધુ નોંધાયા છે. અસારવા ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કેસો વધી રહ્યા છે. એક સપ્તાહમાં અહીં પણ 500થી વધુ કેસો આંખ આવવાના નોંધાયા છે.

રોજના 411 કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રાઈવેટ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આ મામલે અન્ય વધુ દવાઓની માગ કરવામાં આવી છે આ સાથે જ મેડિકલોમાં પણ આંખ આવવાની દવારુપે જે ડ્રોપ્સ આપવામાં આવે છે તેની ડિમાન્ડમાં મોટો વધારો થયો છે.

અમદાવાદમાં લગભગ દરેક સોસાયટીઓ અને ઘરોમાં આ પ્રકારે આંખ આવવાના કેસો જોવા મળી રહ્યા છે. જેમાં આ ચેપ લાગતા સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આ બાબતે સ્વચ્છતા સહીતની કાળજી પણ લેવી જરુરી છે. આંખ આવવાના કેસો ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ આ સિઝન દરમિયાન અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે. જેથી લોકો અન્ય કોઈને ચેપ ન લાગે તે માટે કાળા ચશ્મા પહેરીને ફરતા હોય છે.

Related posts

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિમા 5500 થી 6100 જળવાઈ રહેવાની સંભાવના

Ahmedabad Samay

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો