September 21, 2026
ગુજરાત

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જ્યાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી નથી કરવામાં આવી. જેથી GTUમાં ઈન્ચાર્જ પરીક્ષા નિયામકના  સહારે કામગિરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 6 વર્ષથી પરીક્ષા નિયામકની કાયમી નિમણૂક નથી કરવામાં આવી જેથી આ મામલે ગુજરાત એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ડીપ્લોમાં કોલેજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કાયમી ભરતીની માગ પણ કરવામાં આવી છે.

તત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂકની માગ કરાઈ છે. જે માટે કુલપતિને પત્ર પણ લખવામાં આવ્યો છે. જીટીયુમાં કેટલીક કાયમી ભરતી ન હોવાથી ઈન્ચાર્જ નિમવામાં આવે છે. આ સાથે કાયમી ભરતી થાય તે જરુરી છે. પરીક્ષા પૂર્ણ થયાના એક મહિનામાં પરીણામ જાહેર કરવા માગ કરવામાં આવી છે.

પરીણામ બાદ 15 દિવસમાં માર્કશિપ મળે તેવી અપીલ કરવામાં આવી છે. રી ચેકિંગ રી એસેસમેન્ટનું પરીણામ સમયસર મળે તેવી માગ કરવામાં આવી છે.

ફિઝીકલ માર્કશિટ ન આવતા અનેક મુશ્કેલીઓ પડે છે. આ સિવાય ઘણા ઘણી મુશ્કેલીઓ પણ પડે છે. આ મામલે કાયમી નિમણૂકને લઈને જીટીયુને માગ કરવામાં આવી રહી છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માં બીજા વાહ સાયન્સ લોરીએટ એવોર્ડ માટે નામાંકન શરૂ

Ahmedabad Samay

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો