November 22, 2026
ગુજરાત

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

એસટી બસોમાં લોકલ સવારીમાં પ્રતિ કિમી 64 પૈસાની જગ્યાએ 80 તો એક્સપ્રેક્સ પ્રતિ કિમી 68 પૈસા ભાડું હતું તે 85 પૈસા થયું છે.  48 કિમી સુધી 1થી લઈને 6 રુપિયા સુધીનો વધારો કરાશે. આ નવા એસટી બસના ટિકિટના ભાડા આજ મધ્ય રાતથી લાગું પડશે.

અમદાવાદથી મુસાફરોને અન્ય જગ્યાએ ગુજરાત એસટી નિગમની બસોમાં મુસાફરી કરવી હશે તો વધુ ભાડું ચૂકવવું પડશે. 2014 બાદ પ્રથમ વખત ભાડામાં નિગમ દ્વારા આજથી વધારો કરવામાં આવ્યો છે. 10 વર્ષ બાદ આ વધારો કરવામાં આવ્યો છે. એસટી બસના ભાડા સામાન્ય માણસ માટે મોંઘવારીના સમયમાં પડતા પર પાટું સમાન છે.

લોકલ સવારીમાં પ્રતિ કિમી 64 પૈસાની જગ્યાએ 80
એક્સપ્રેક્સ પ્રતિ કિમી 68 પૈસા ભાડું હતું તે 85 પૈસા
નોન એસી સ્લીપર પ્રતિ કિમી 62 પૈસાના બદલે 77 પૈસા
48 કિમી સુધી 1થી લઈને 6 રુપિયા સુધીનો વધારો કરાશે.
મધ્ય રાતથી આજે ભાડાનો વધારો લાગૂ કરવામાં આવશે
અન્ય રાજ્યની સરખામણીએ નિગમ અનુસાર ભાડું વધારે
એસટી બસનું મિનિમમ ભાડું રુ. 7 છે જે હવે ભાવ વધારો થતા 9થી 9.50 જેટલું થશે

અમદાવાદથી વિવિધ શહેરો અને જિલ્લાઓની મુસાફરી બનશે હવે મોંઘી 

અમદાવાદથી રાજકોટ માટે 137 હતા હવેથી 171 રુપિયા આપવા પડશે
અમદાવાદથી વડોદરા 100થી વધુ રુપિયા ટિકિટ થશે
અમદાવાદથી અંબાજી માટે 120 હતા પરંતુ હવેથી 150 ચૂકવવા પડશે
અમદાવાદથી મોરબી 132 ભાડું હતું તે હવે 165 કરવામાં આવ્યું
અમદાવાદથી ભૂજનું ભાડું 200 રુપિયા હતું તે હવે 250 રુપિયા કરાયું

Related posts

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો