August 13, 2026
ગુજરાત

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી  ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. રેલવે સ્ટેશનોને વધુ સુવિધાજનક અને અત્યાધુનિક બનાવવામાં આવશે.

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, “રેલવેમાં જેટલું કામ થયું તેનાથી દરેક જણ ખુશ છે અને આશ્ચર્ય પણ છે. દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશો વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. આ 9 વર્ષોમાં, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં આપણા દેશમાં વધુ રેલવે પાટા નાખવામાં આવ્યા છે. માત્ર છેલ્લા વર્ષમાં ભારતમાં વધુ રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે.

25 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ 

ઐતિહાસિક અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં રેલવે સ્ટેશનોના શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવશે. અગાઉ શનિવારે, વડાપ્રધાને આ પગલાંની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ‘ઇઝ ઑફ લિવિંગ’ ને વેગ આપશે અને આરામ તેમ જ સુવિધા વધારશે. પીએમ મોદીએ કહ્યું કે, આશરે રૂ. 25,000 કરોડના ખર્ચે કરવામાં આવનાર પુનઃવિકાસ દેશમાં જે રીતે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના કરવામાં આવે છે તે રીતે ક્રાંતિ લાવશે.

21 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ

આજે પશ્ચિમ રેલવેના તમામ 23 રેલવે સ્ટેશનોનું અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષા પ્રમાણે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને આધુનિક સુવિધાઓ અને સ્વચ્છતા સાથેના રેલવે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાં કુલ 87 રેલવે સ્ટેશનની પસંદગી કરાઈ હતી, જેમાંથી 21ના કામનો આજે શિલાન્યાસ કરવામાં આવશે.

Related posts

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

Ahmedabad Samay

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો