August 13, 2026
ગુજરાત

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

પ્રથમ વખત ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ કરતા લોકો તેમની સાથે જોડાયા હતા અને રાહુલ ગાંધી સાથે સમર્થનમાં પણ જોડાયા હતા ત્યારે હવે 2.0ની પણ તૈયારી છે.  રાહુલ ગાંધી ગુજરાતના પોરબંદરથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે. પશ્ચિમથી પૂર્વની યાત્રામાં આવતા રાજ્યો તરફથી ઘણા સૂચનો લેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં 2017ની નવસર્જન યાત્રા જેવી જ હોઈ શકે છે.

પશ્ચિમથી પૂર્વ ગુજરાતથી મેઘાલયની આ યાત્રામાં આવતા રાજ્યો પાસેથી સૂચનો લેવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિને વધુ વ્યાપક રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ કે પોરબંદરથી થઈ શકે છે શરુઆત
લોકસભામાં બે દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમની યાત્રા પૂરી થઈ નથી. આ દિવસોમાં, કોંગ્રેસ નેતૃત્વમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને મંથન ચાલી રહ્યું છે કે, આ યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ કરવી જોઈએ. જો કે, ગુજરાત એ રાજનિતીનું કેન્દ્રબિંદુ પણ ચોક્કસથી બની ગયું છે ત્યારે આ યાત્રાની શરુઆત બની શકે કે, ગુજરાતથી થઈ શકે છે.જો કે, લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ દિશામાં પણ મંથન બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

ગુજરાતમાં આ યાત્રા પ્રભાવિત પણ કરી શકે 
ગુજરાતમાં આ યાત્રા પ્રભાવિત પણ કરી શકે છે. પોરબંદર એ મહાત્મા ગાંધીની જન્મ ભૂમી છે. આ ઉપરાંત અમદાવાદ એ ગુજરાતનું કેન્દ્ર છે અને પાટનગરથી નજીક છે જેથી બની શકે છે. રાહુલ ગાંધી પોરબંદર કે અમદાવાદથી આ યાત્રાની શરુઆત કરી શકે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવસર્જન યાત્રા કાઢી ત્યારે તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. 2017ની ચૂંટણીમાં પાર્ટીને રાજ્યમાં 99 બેઠકો મળી હતી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યાત્રાથી રાહુલ ગાંધી વધુ લોકોને પોતાની સાથે જોડીને આગળ વધી શકશે.

Related posts

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન દ્વારા વૃક્ષારોપણ, વેકસીનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Ahmedabad Samay

તૌકતે એ કરેલા નુક્શાને વડાપ્રધાન મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો