August 8, 2026
ગુજરાત

અમદાવાદ – કેન્દ્રીય ગૃહ મંત્રીના પ્રવાસને જોતા અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદ ખાતે આવી રહ્યા છે ત્યારે સુરક્ષા, પ્રોટોકોલને ધ્યાનમાં રાખી  અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા છે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક઼ દ્વારા જાહેરનામું બહાર પાડતા ઉલ્લેખ કર્યો હતો કે, આ દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ ન પહોંચે તે હેતુથી અમદાવાદદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું છે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Related posts

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો

Ahmedabad Samay

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ સપ્તાહ કાર્ય ક્ષેત્રેમાં ઘણા જાતકો ને થશે ફાયદો નુકશાન જાણો આ સપ્તાહનું રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી પાસેથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો