September 21, 2026
ગુજરાત

હવામાન અપડેટ – અમદાવાદ સહીત આજે રાજ્યમાં જાણો ક્યાં રહેશે વરસાદી માહોલ

અમદાવાદમાં ગઈકાલે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં ફરી એકવાર વરસાદી હળવા ઝાપટા કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પડ્યા હતા ત્યારે આજે પણ અમદાવાદ સહીતના વિવિધ રીજન અને જિલ્લાઓમાં વરસાદી માહોલટ જામશે. 24 કલાકમાં વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગઈકાલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહીત રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે આજે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે.  અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહીતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. પંચમહાલ, દાહોદમાં પણ વરસાદી મોહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવો વરસાદ જોવા મળશે.

અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી છે. જો કે, શરુઆતમાં વરસાદ પડ્યા બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે. આ સપ્તાહમાં જો સારો એવો વરસાદ પડે છે તો ખેડૂતોની ખુશી બમણી થશે. ચોમાસું સિઝનનમાં વિવિધ પાકોની વાવણી કપાસ, જાર, એરંડા સહીતની કરવામાં આવી છે ત્યારે વરસાદની રાહ ખેડૂતો દ્વારા જોવા રહી છે.

Related posts

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્વ રક્ષણ કરીશકે માટે તલવાર બાજી શીખવવામાં આવે છે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

Ahmedabad Samay

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો