September 21, 2026
દેશ

ગણેશોત્‍સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્‍યું

લાલબાગના બોર્ડ દ્વારા ‘લાલબાગચા રાજા’ના ચરણોમાં કરવામાં આવેલા દાનની ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં લાલબાગના રાજાના ચરણોમાં કુલ રોકડ રકમ કરોડોની રેન્‍જમાં હોવાનું પ્રકાશમાં આવ્‍યું છે. દસ દિવસના ગણેશોત્‍સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્‍યું હોવાનું સામે આવ્‍યું છે. લાલબાગના રાજાના ચરણોમાં સાડા ત્રણ કિલો સોનું અને ચોસઠ કિલો ચાંદીનું પણ દાન કરવામાં આવ્‍યું છે.

લાલબાગના રાજાના ચરણોમાં ભક્‍તો દ્વારા દર વર્ષે અઢળક દાન કરવામાં આવે છે. ભક્‍તો દ્વારા કરવામાં આવતું આ દાન બોર્ડ દ્વારા ગણવામાં આવે છે. લાલબાગચા રાજાના ચરણોમાં દાન સ્‍વરૂપે મળેલા સોના-ચાંદીની હરાજી કરવામાં આવે છે. તેમાંથી એકત્ર થયેલી રકમ થકી વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે. દર વર્ષે ભક્‍તો દ્વારા રાજાના ચરણોમાં કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાથી જ ભક્‍તો લાલબાગના રાજાના દર્શન કરવા લાઈનોમાં ઊભા રહેવા લાગ્‍યા હતા. આ વર્ષે પણ રોકડ, સોનું અને ચાંદીનું વિપુલ પ્રમાણમાં દાન કરવામાં આવ્‍યું છે. પ્રથમ દિવસે જ ભક્‍તોએ આપેલા દાનમાં ૪૨ લાખ રૂપિયાની રોકડ રકમ નોંધાઈ હતી, જયારે ૧૯૮.૫૫૦ ગ્રામ સોનું અને ૫૪૪૦ ગ્રામ ચાંદી રાજાના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. બીજા દિવસે લાલબાગના રાજાના ચરણોમાં ૬૦,૬૨,૦૦૦ રોકડનું દાન નોંધાયું છે. બીજા દિવસે ભક્‍તો દ્વારા રાજાને ૧૮૩,૪૮૦ ગ્રામ સોનું દાન કરવામાં આવ્‍યું હતું. તેમ જ ૬,૨૨૨ ગ્રામ ચાંદીનું દાન નોંધાયું હતું.

એક અંદાજ મુજબ પહેલાં જ દિવસે ૨૦ લાખથી વધુ ભક્‍તોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. પહેલા જ દિવસે બોલિવૂડના અનેક કલાકારો, રાજકીય નેતાઓની સાથે સામાન્‍ય નાગરિકોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા.

મુંબઈનો ગણેશોત્‍સવ દેશમાં જ નહીં વિદેશમાં પણ કુતૂહલનો વિષય છે. લાલબાગ અને ગિરગાંવ જેવા સ્‍થળોએ ગણેશોત્‍સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. લાલબાગચા રાજા, ગણેશ ગલીના ભગવાન એટલે કે મુંબઈના રાજા, ચિંચપોકલીના ભગવાન ચિંતામણીની વિશેષ ખ્‍યાતિ છે. લાલબાગચા રાજાને ભક્‍તો સાથે વિશેષ સંબંધ છે. એવી પણ માન્‍યતા છે કે લાલબાગના રાજાના ચરણોમાં કરેલી ઈચ્‍છા પૂર્ણ થાય છે. આથી લાલબાગના રાજાને ઇચ્‍છાપૂર્તિ ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી લાખો ભક્‍તો લાલબાગના રાજાના ચરણોમાં દર્શન કરવા આવે છે. ઉલ્લેખનીય છે કે લાલબાગચા રાજાની વિરાટ મૂર્તિનું ૧૧મા દિવસે આખા દિવસની શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવે છે. લાખો લોકો છેલ્લા દિવસે પણ દુંદળાદેવના દર્શનાર્થે આવે છે.

Related posts

દિવસમાં ૧૨ કલાક કામ કરનાર વ્યકિતને સપ્તાહમાં ત્રણ રજા મળશે.

Ahmedabad Samay

આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’ નું પહેલું યુનિટ ડિલિવરી કર્યું, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક પ્રથમ કાર માલિક બન્યા

Ahmedabad Samay

રેપો રેટ ઘટ્યા,RBI એ વ્‍યાજ દર ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫% કર્યો, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો, કાર અને હોમલોન ના EMI થશે ઓછા

Ahmedabad Samay

બજેટ હાઇલાઇટ

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો