August 13, 2026
Other

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

અમદાવાદના અનેક એવા સ્થળો છે જ્યાં લોકોને કોઈ અંજાણ શક્તિનો અનુભવ થતા હોય છે. જેમના આ સ્થળો પર લોકોએ વધુ અનુભવ થયેલ છે,

સિગ્નેચર ફાર્મ

આ જગ્યાએ એવા જ લોકો આવે છે જે કઠણ કાળજાના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અજીબ ઘટનાઓ ઘટે છે. આ સ્થળ સામાન્ય રીતે પોતાની અસમાન્ય ઘટનાઓને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ જગ્યા ત્યારે વધુ પ્રખ્યાત બની જ્યારે ત્યાં કેટલાક યુવકોનું એક ગ્રુપ સાંજે ફરવા માટે આવ્યું હતું. એવું કહેવાય છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો ભોગ બનાવી લીધા. ત્યારબાદથી લોકો અહીં આવતા ડરે છે. લોકોનું માનવું છે કે અહીં સાંજના સમયે અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે.

ચાંદખેડાનું ભૂતિયા ઝાડ

અમદાવાદના વ્યસ્ત ચાંદખેડા વિસ્તારમાં આ એક જૂનું ઝાડ છે. અહીંથી લોકોની અવરજવર થતી રહે છે. એવું કહેવાય છે કે આ ઝાડ પર ભૂતનો સાયો છે. જો કોઈ રાતના સમયે તેની આજુબાજુ ફરકે તો આત્મા તે વ્યક્તિને સપનામાં આવવા લાગે છે અને આ રીતે માણસ પાગલ થઈ જાય છે. જોવામાં પણ આ ઝાડ  ખુબ બીહામણુ છે.

બગોદરા, અમદાવાદ-રાજકોટ રોડ

બગોદરાનું નામ તો તમે સાંભળ્યું જ હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર આવેલું એક નાનકડું શહેર છે. તમે જ્યારે પણ અમદાવાદથી રાજકોટ જશો ત્યારે તમને આ જગ્યા જોવા મળશે. એવું કહેવાય છે કે આ હાઈવેના રસ્તા અહીં થનારી દુર્ઘટનાઓને કારણે ખતરનાક છે. જે લોકો રાતના સમયે અહીં ડ્રાઈવ કરે છે તેમનું કહેવું છે કે અહીં અજીબોગરીબ અવાજ સંભળાય છે. આ અવાજો વાહન ચાલકોનું ધ્યાન ભટકાડે છે. આ પ્રકારે અનેક દુર્ઘટનાઓ થાય છે. તેમનું કહેવું છે કે અહીં રસ્તા પર રહસ્યમયી મહિલાઓ અને ભીખારીઓ પર ધ્યાન ન આપવું.

નોંધ:આ તમામ માહિતી લોક મુખે ચર્ચાતી માહિતી આપવામાં આવેલ છે.

Related posts

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે,રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ અમી છાંટણા થઈ શકે

Ahmedabad Samay

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો