August 10, 2026
Other

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

આજે ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી યથાવત રાખતા દેખાવો યોજાયા અને ગાંધીનગર કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.. આજે ગાંધીનગર ના સેકટર 12 માં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મહિલા ઓ એકઠા થયા હતા,

રાજપૂત સમાજની એકજ માંગ હતી કે ભાજપ નેતા અને રાજકોટ લોકસભા ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવામાં આવે, રાજપૂત સમાજના આગેવાનો એ વધુ માં એમ પણ જણાવ્યું હતું કે ગઈકાલે ગોંડલ ખાતે જે મીટીંગ થઈ એ માત્ર ભાજપ ના નેતાઓની ડેમેજ કન્ટ્રોલ ની કવાયત હતી અને તે મીટીંગમાં રાજ્યની તમામ 90 જેટલી રાજપૂત સનસ્થાઓ ની સંકલન સમિતિ ને બોલાવવામાં નથી આવી આમ આ સમાધાન ના થયું હોવાની અને પુરુષોત્તમ રૂપાલા ને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં નહિ આવે તે વાત પર ક્ષત્રિય રાજપૂત સમાજ એક સુર માં અડગ રહ્યો છે

આજના કાર્યકર્મમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેઓ પણ આ એક જ માંગ પર અડગ રહયા હતા …આમ પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન અંગેનો વિવાદ હજુ સમવાનું નામ નથી લેતો અને સમગ્ર રાજ્યના ક્ષત્રિય રાજપૂત સમાજ માં રૂપાલા નો વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા ની માંગ દિવસે ને દિવસે પ્રબળ થતી જોવા મળી રહી છે.

Related posts

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો