અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ફરીયાદો સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સમસ્યાઓમાંથી કેટલાક લોકોની સમસ્યાઓ લટકેલી જ જોવા મળે છે. તાજેતરમાં જ શહેરના તમામ વોર્ડમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં 10 હજારથી વધુ ફરીયાદ કોર્પોરેશનને મળી છે જેમાંથી 8000થી વધુ ફરીયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે પરંતુ તે છતાં લોકોની ફરીયાદોનું સમાધાન ન આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કેમ કે, ઘણા લોકોની રોડ, પાણી, ગટર સહીતની સિવિક સમસ્યાઓનું સમાધાન નથી આવ્યું.
ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ફરીયાદો પણ ઉઠી છે. આ સિવાય પશ્ચિમ વિસ્તારના લોકોની પણ કેટલીક સમસ્યાઓ સોલ્વ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
આ પ્રકારની ફરીયાદો આવી
ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાની, સતત ગટર એક જ સ્થળે ઉભરાવાની, રોડ રસ્તા અને ખાડાની સમસ્યા, પાણીના કનેક્સન બાબતની તેમજ આ સહીતની અનેક ફરીયાદો કોર્પોરેશનને મળી રહી છે. જેમાંથી કેટલીક સમસ્યાઓનું સમાધાન થાય છે તો કેટલીક સમસ્યાઓ લેટ સોલ્વ થતી હોય છે જેથી લોકોમાં નારાજગી જોવા મળે છે.