August 13, 2026
ગુજરાત

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇની ભરતી કેલેન્ડરમાં ધોરણ 12નું પરિણામ આવ્યા પછી અને કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી અરજી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક આપવામાં આવશે. આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અરજી માટે યુવાનોને તક આપવામાં આવશે, તેવું ટ્વીટ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યું છે.

આ માટે જનરલ કેટેગરીના ઉમેદવારે પીએસઆઇ ભરતી કેડર માટે રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂ.200 ફી ભરવાની રહેશે. જ્યારે એસ.સી, એસ.ટી તથા ઈ ડબલ્યુ એસ કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે

આ ભરતી માટે પીએસઆઈ કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. પીએસઆઈ માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે એમસીકયુની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રવિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

રાજ્યમાં આગામી કુલ 12472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે તેની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફ. અને જેલ સિપાઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ભરતી માટેના ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. હજુ વધુ યુવાનોને પોલીસ સર્વિસ માટે તક આપવામાં આવશે.

Related posts

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

સતત બે પેઢીમાં થયું વારસાગત કોલોરેક્ટલ(મોટા આંતરડા) કેન્સર – જીસીએસ હોસ્પિટલમાં વિના મુલ્યે થઇ સફળ સર્જરી

Ahmedabad Samay

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો