ગુજરાતના હવે પછીના ચીફ સેક્રેટરી તરીકે જેમનું નામ મોખરે હતું તેવા ગુજરાતના સિનિયર મોસ્ટ આઇએએસ ઓફિસર અને ઓરિસ્સાના વતની ગુરૂપ્રસાદ મોહપાત્રનું અવસાન થયું છે.
લાંબા સમય તેમણે કોરોના સામે લડત આપી હતી. કેન્દ્ર સરકારે તેમને મહત્વની જવાબદારી સોંપવાના ગણતરીના દિવસોમાં તેમને કોરોના લાગુ પડતા દિલ્હીની એમ્સમાં દાખલ કરેલ. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.