August 7, 2026
ગુજરાત

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે.  અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ માટે ખાસ યાદગાર રહી જાય એવું પગલું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ભરવામાં આવવાનું છે.

જ્યારે નાના કદનો પોલીસકર્મચારી, એટલે કે નાના હોદ્દા પર ભરતી થયેલો પોલીસકર્મચારી તેના કાર્યકાળ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ જુએ છે. નોકરીમાં સારી કામગારી કર્યા બાદ કોઈ કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળતું અને હેડ કોન્સ્ટેબલ બનતો એવા સમયે અત્યારસુધી તેઓ જાતે જ હેડ કોન્સ્ટેબલનો બેઝ લગાવી દેતા હતા અને ફરજ પર હાજર થઈ જતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જી.આર. બહાર પાડવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેરમાં આગામી પ્રમોશન દરમિયાન પોલીસકર્મીને તેમનું પ્રમોશન ખાસ યાદગાર બને એ રીતે આયોજન કરવાનું જણાવવામાં આવ્યું છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના અઢીસો પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ૨૫૦ પોલીસ કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળશે, ત્યારે તેમને સિનિયર અધિકારીઓ જાતે બેઝ લગાવશે. બીજી તરફ તેમના પરિવારના સભ્યો પણ હાજર હશે. આ પ્રસંગે જ્યારે પરિવારનો સાથ હોય અને સિનિયર અધિકારી સાથે હોય તો પોલીસકર્મી માટે આ પ્રસંગ ખૂબ જ યાદગાર બની જશે.

આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલને પણ તેમનું પ્રમોશન યાદગાર રહી જાય અને તે પણ તેમના પરિવારની સાથે તેમના સભ્યો દ્વારા બેઝ લગાવવામાં આવે, એ ખૂબ મહત્ત્વની બાબત અને યાદગાર પ્રસંગ રહી જાય છે. સામાન્ય રીતે આ પોલીસ કોન્સ્ટેબલને ઘણી વખત પ્રશંસા અને તેની કામગીરી ધ્યાનમાં આવતી નથી, પરંતુ તેના આ પ્રમોશન જેવા મહત્ત્વના પ્રસંગમાં જો યાદગાર સ્થિતિ બની જાય તો તે તેના જીવનનો મહત્ત્વનો પ્રસંગ બની જશે. આ અંગે જીઆર બહાર પાડવામાં આવ્યો છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના ૨૫૦ પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન મળવા જઈ રહ્યું છે, જેની ડીપીસીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.

Related posts

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

૩૧ ડીસેમ્બરને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Ahmedabad Samay

મહાશિવરાત્રી’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો