અમદાવાદ સમય દ્વારા ૧૦૮ સમાન સમાજમાં નિરંતર સેવા આપનાર શ્રી ભવાનીસિંહ શેખાવત અને જન સેવાના કરવા તત્પર રહેનારા શ્રી સાહુજી સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. ભવાનીસિંહ શેખાવતએ જન સેવાનું ઉત્તમ ઉદાહરણ છે ભવાનીસિંહ એ તેમના સેવા ભાવિ સ્વભાવના લીધે પ્રખ્યાત છે અને તેમના આ સેવા ભાવિ સેવા માટે તેવોને ૧૦૮ બિરુદ આપવામાં આવ્યું છે
ભવાનીસિંહ શેખાવત અને સંજય સાહુ સાથે રાત્રી કરફ્યુ વિષય પર ચર્ચા વિમશ કરવામાં આવી હતી. જેને લગતે ભવાનીસિંહએ જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુમાં ચોક્કસ પણે સમય લંબાવું જોઈએ રાત્રી ૧૦ ના બદલે ૧૧ કે ૧૨ સુધી લંબાવું જોઈએ જેથી રાત્રીના સમયે ધંધો કરતા હોટલ અને ખાણી પીણી વાળા લોકોને પણ મદદ થઇ શકે અને તેમનું જીવન પણ નોર્મલ થઇ શકે આ અંગે શેખાવતજી એ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની ગતિ હવે ધીમી થઇ ગઇ છે અને રોજના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને મૃત્યુ આંક પણ ખૂબ ઓછો થઇ ગયો છે જેના કારણે સરકાર ૧૪ જાન્યુઆરી બાદ રાત્રી કરફ્યુના સમય માં ફેરફાર થઇ શકે છે જે થી ખાણી પીણી નો ધંધો કરી રોજગાર ગુજારતા લોકોને મદદ થઇ શક્શે,
સાથે સાથે ઉત્તરાયણ આ વર્ષે કેવી રીતે ઉત્તરાયણ મનાવી જોઈએ અને ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ પૂછતાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ નો પર્વ વર્ષમાં એકજ વાર આવે છે જે થી ચોક્કસ પણે આ પર્વ માનવું જોઈએ પરંતુ કોરોના હજુ ગયો નથી તેનો પણ ધ્યાન રાખવું જોઈએ અને ઘરની છત પર આ વખતે ફક્ત ઘરના જ સભ્યોએ મળીને પર્વ ઉજ્જવો જોઈએ , વધુ લોકોને એકત્રિત ન કરવું જોઈએ જ્યારે શેખાવતજી એ જણાવ્યું હતું કે કોરોના કાળની ઉત્તરાયણ પર્વ પર કોઈ અસર નહિ થાય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેનું જનતાએ પોતાની જવાબદારી સમજીને પાલન કરવું જોઈએ અને માસ્ક પહેરીને, સેનેટાઈઝર નો ઉપયોગ કરી સાવચેતી રાખવી જોઈએ