October 10, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશી થી વટવા અને રામોલ વોર્ડમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા કેન્દ્રમાં સમાજના જરૂરિયાત ધરાવતા લોકોને દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ શકે તેમ જ તમામ સરકારી લાભો સરળતાથી મળી શકે તે હેતુથી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.


આ સેવાકેન્દ્રમાં સરકાર સાથે સંકલન કરી મફત આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે તેમજ વૃદ્ધ પેન્શન સહાય વિધવા પેન્શન સહાય વિકલાંગ લોકો માટે સાધન સહાય , વિવિધ સરકારી યોજનામાં લાભ માટે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સમાજને મદદ કરવામાં આવશે . ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વટવા તેમજ રામોલ વિસ્તારમાં સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર એ જણાવ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપ સિંહ જાડેજાજી ના વિશેષ સહયોગ થી સવાકેન્દ્ર શરૂ થઈ શક્યા છે..જે બદલ સમાજ એમનો સદાય આભારી રહેશે..


ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહે જણાવ્યું કે સેવા પરમોધર્મ ના માર્ગે ચાલવાના હેતુથી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં અમદાવાદ ના જુદા જુદા વિસ્તારમાં આવા સેવાકેન્દ્રો શરૂ કરવામાં આવશે..

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો