શહેરના ભુલાભાઈ પાર્ક વિસ્તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનારા યુવકને પકડીને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થિનીએ પણ તેને પટ્ટા વડે માર માર્યો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તે યુવકને કબજામાં લીધો હતો. જાહેરમાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને આ યુવકને માર મારીને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરૂ કરી હતી.