September 21, 2026
Other

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચ્‍યો છે. PCR ગાડીમાં ઇન્‍ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને ૩૦,૦૦૦ રોકડ મળી આવ્‍યા છે. PCR ગાડીના ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે બોટલ વિદેશી દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી છે.

નરોડા પોલીસ સ્‍ટેશનની હદમાં આવતાં મુઠીયા ગામમાં અસમાજિક તત્‍વો, બુટલેગરએ સ્‍થાનિક પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. ત્‍યારે ડીસીપીના કડક આદેશ બાદ નરોડા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.આઈએ બુધવારની રાત્રે કોમ્‍બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્‍ટેડ બુટલેગર તથા ઘણાખરાં ટપોરીઓના રહેણાક વિસ્‍તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્‍યારે ખુદ નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી જ દારૂ મળી આવતા ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે કાર્યવાહી કરવામા આવી છે.”

Related posts

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો