August 9, 2026
Other

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે મધ્યમ વર્ગને ભારતીય રિઝર્વ બેંક તરફથી આગામી ભેટ મળી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી અથવા MPCની બેઠક 5 થી 7 ફેબ્રુઆરી વચ્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થશે તો બેંકો પણ તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરશે.

હવે બધાની નજર આરબીઆઈ પર છે. જો RBI વ્યાજદરમાં ઘટાડો કરશે તો લોન સસ્તી થશે. જો લોન સસ્તી થશે તો મધ્યમ વર્ગ પર EMIનો બોજ ઘટશે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે RBI 7 ફેબ્રુઆરીએ મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. મોંઘવારી અને જીડીપી ગ્રોથના આંકડાને જોતા આરબીઆઈ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ નહીં હોય.

છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવાના આંકડામાં ઘટાડો થયો છે. બીજી તરફ આર્થિક વિકાસ પણ ધીમો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ માટે દરોમાં ઘટાડો કરવાનો આ યોગ્ય સમય છે એવું કહી શકાય.

Related posts

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

આજે મહાધમાકામાં ૩ મોટી ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવશે, જ્યારે ૫ હાઈ-બજેટ વેબસિરિઝ થશે રિલીઝ

Ahmedabad Samay

કતલ ખાને લઈ જવાતા ૭ પાળિયા ( ભેંસો ) મહિન્દ્રા બોલેરોમાં ભરેલી હોય ની બાતમી આધારે VHP, બજરંગદળ દ્વારા પકડી પાડ્યા

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 6ઠ્ઠી U20 સાયકલ માટેની U20 મેયોરલ સમિટ 7 થી 8 જૂલાઈએ યોજાશે

Ahmedabad Samay

વધુ એક EV કંપની એ રોકાણકારો ને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limited ના શેર

admin

એક ટિપ્પણી મૂકો