તારીખ ૨ એપ્રિલ ૨૦૨૪ ની રાત્રે ૧૦ થી ૧૧ કલાક ની વચ્ચે રામોલ ટોલ ટેક્ષ થી આગળ અંદાજે ૧૦૦ મીટર આગળ થી કતલ ખાને લઈ જવાતા ૭ પાળિયા ( ભેંસો ) RTO રજીસ્ટ્રેશન નંબર GJ 27 TF 1493 મહિન્દ્રા બોલેરોમાં ભરેલી હોય ની બાતમી આધારે VHP, બજરંગદળ અમરાઇવાડી જીલ્લા અને સંયોજક પંકજભાઈ નાઇ, ગૌ રક્ષક શક્તિસિંહ ઝાલા તથા બાપુનગર વિભાગ બજરંગદળ સંયોજક બબાભાઈ ગોસ્વામી ને કાર્યકર્તાઓ ને સંયુક્ત મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જણાવેલ વાહનમાં ભરેલ ભેંસો નિર્દયતા થી બાંધેલી હાલતમાં કતલ ખાને લઈ જવાતા હોય તે પડકી પાડેલ છે
ઉપરોક્ત ઘટનામાં પકડાયેલ વાહન ચાલક અને તેનો અન્ય એક સાથી એમ ૨ ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છુટેલ છે અને એક થી વધુ ગાડીમાં ભેંસો હતી હતી જેમાં થી એક ગાડી ગૌ રક્ષકો દ્વારા પકડી પાડેલ અને અન્ય ગાડીઓ અંધારા નો લાભ લઇ જુદીજુદી દિશાઓમાં નાસી છુટી હતી
આ વાહન ભેંસો ( મુદ્દામાલ ) સાથે તમામ કાર્યકર્તાઓ સહિત રામોલ પોલીસ સ્ટેશને ને જાણ કરી રામોલ પોલીસ સ્ટેશન દ્વાર ઘટના ની ગંભીરતા જાણી મુદ્દામાલ જમા લઈ આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,પકડાયેલ વાહનમાં થી ધારદાર હથિયાર ( છરો ) મળી આવેલ છે
Report :- Keyur Thakkar, Ahmedabad