September 21, 2026
ગુજરાત

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યાં છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી બે ત્રણ દિવસમાં તેઓ એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકશે અને લોકોનો અભિપ્રાય લેશે ત્યારબાદ આગળ નિર્ણય લેશે.

વિક્રમ ઠાકોરે સ્નેહમિલન બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, નિર્ણય  કર્યો તો છે, પણ એમાં  એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો.  કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો  આવ્યા હતા. ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીં આવ્યા હતા. ઘણા બધા આવી પણ નથી શક્યા.  કેમ કે અચાનક આ પ્રોગ્રામ અમે અચાનક નક્કી કર્યો.

કાલ સાંજે નક્કી કર્યું અને આજે પ્રોગ્રામ હતો. એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા.  નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે એક પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે પણ કોમેન્ટો આવશે. જે અમારા ઠાકોર અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માંગે છે.  અત્યારે અહીં આ વસ્તુ કરવાની જ હતી.  પણ  વધારે ભીડના કારણે  થઈ ના શકી. તો કાલ પરમ દિવસે પોસ્ટ મૂકીશ હું અને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માંગે છે કે મારે આગળ શું કરવું જોઈએ. એ પ્રમાણે આગળ વધીશું

Related posts

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો