August 26, 2026
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકૃત X હેન્ડલ પર આ પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે જવાબદારીના સમયે ગાયબ.
આના પર ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ સીધી પાકિસ્તાન પાસેથી ઓર્ડર લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન આતંકના ડીપસ્ટેટનું ટૂલકીટ બની ગઈ છે. ભાજપના સાંસદે કહ્યું કે કોંગ્રેસ અને તેમના નેતાઓની એવી કઈ મજબૂરી છે કે પાકિસ્તાનની ભાષા બોલવી જરૂરી છે? તેઓ પાકિસ્તાનનું સમર્થન કેમ કરી રહ્યા છે? જ્યારે ભારતીયોનું લોહી વહે છે તો શું તેમને આ જોઈને ગુસ્સો નથી આવતો?
ભાજપના સાંસદે કહ્યું કે તેમના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું કે અમે પાકિસ્તાનની વાત સાંભળીએ અને પાકિસ્તાનનું પાણી ન રોકીએ. કોંગ્રેસ કોની સાથે ઊભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે કોંગ્રેસ સવાલ ઉઠાવે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસે જે રીતે ‘સર તન સે જુદા’ વાળી તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી રહી કે આ માત્ર એક રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બેંક મેળવવાનો પ્રયાસ છે. આ વડાપ્રધાન વિરુદ્ધ છૂપો ઉશ્કેરાટ છે. કોંગ્રેસે આ પ્રકારની રણનીતિ પહેલીવાર નથી અપનાવી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઓર્ડર પાકિસ્તાન પાસેથી લઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના ટ્વીટને પાકિસ્તાનના પૂર્વ મંત્રી કોટ કરે છે. તો આજે દેશ સમક્ષ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના આતંકના ડીપસ્ટેટની જુગલબંધી ચાલી રહી છે. કોંગ્રેસના અલગ-અલગ નેતાઓ પછી ભલે સિદ્ધારમૈયા હોય કે કોંગ્રેસના જમ્મુ-કાશ્મીરના ચીફ હોય, જે કહી રહ્યા છે કે આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ.

જો કોંગ્રેસનું ચાલ-ચલિત્ર અને નીતિ આજે પાકિસ્તાન સમર્થક આતંકવાદી પાર્ટી જેવી છે, તો એ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાર્ટીનું ચાલ-ચલિત્ર એ જ છે જે રાષ્ટ્રવિરોધી પાર્ટીનું હોય છે.

 

Related posts

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

સંસદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો