August 9, 2026
અપરાધદેશ

મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે,જાહેરાત ચર્ચામાં આવતા સરકાર ને કડક કાર્યવાહી કરવા અને તપાસના કરવા પત્ર લખવામાં આવ્યું

દેશના મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે. એટલે કે ત્યાં કોઈ બીજા અન્ય ધર્મના લોકોને ઘર મળશે નહીં. અત્રે જણાવવાનું કે તેને હલાલ લાઈફસ્ટાઈલવાળી ટાઉનશિપ કહેવામાં આવી રહી છે જે મુંબઈ આસપાસના વિસ્તારોમાં બનાવવામાં આવી રહી છે. આ મુસ્લિમ હાઉસિંગ સોસાઈટીઝ અંગે પણ એક મોટો વિવાદ પેદા થયો છે.

આ મામલે ભાજપના વિધાયક અતુલ ભાતખલકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો છે અને તરત કાર્યવાહીની માંગણી કરી છે. આ સોસાયટીઓ અંગે સ્થાનિકોમાં પણ રોષ છે. સતત એક માંગણી થઈ રહી છે કે આ પ્રકારની જાહેરાતો પર રોક લાગે અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ પર કાર્યવાહી થાય.

વિધાયક અતુલ  ભાતખલકરે પોતાના પત્રમાં લખ્યું કે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર કેટલાક સંગઠનો ખુલ્લેઆમ હાઉસિંગ સોસાયટીઓની જાહેરાતો ચલાવી રહ્યા છે જે ફક્ત મુસ્લિમ સમુદાયો માટે છે. તેમણે ખાસ કરીને મુંબઈ પાસે મીરા રોડ ઈસ્ટમાં ‘હિલ ગેલેક્સી, ‘વિનય નગર રોડ’ નામની જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે આ હાઉસિંગ કોમ્પલેક્સ ફક્ત મુસ્લિમ સમુદાય માટે છે અને તેમાં એક મસ્જિદ પણ બનાવવામાં આવશે.

આ ઉપરાંત નેરલ પાસે બની રહેલા સુકુન એમ્પાયર હાઉસિંગ પ્રોજેક્ટ પણ વિવાદમાં છે. જેનો પ્રમોશન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રોજેક્ટને હલાલ લાઈફસ્ટાઈલ ટાઉનશિપ તરીકે રજૂ કરાયો છે જે ખાસ મુસ્લિમો માટે છે. આ વીડિયોમાં દાવો કરાયો છે કે અહીં પરિવાર પોતાની ધાર્મિક લાઈફ સ્ટાઈલ સાથે કોઈ પણ પ્રકારના સમાધાન વગર રહી શકે છે અને બાળકો હલાલ માહોલમાં મોટા થશે. અતુલ ભાતખલકરનું કહેવું છે કે આ પ્રકારની જાહેરાત ભારતના બંધારણના મૂળ સિદ્ધાંતોનો ભંગ છે. તેમનું માનવું છે કે આ જાહેરાત  સમાજમાં આપસી દુશ્મની, જૂથબાજી અને અશાંતિ વધારે છે. તેમણે તેને એક પ્રકારનો ‘જમીન જેહાદ’ પણ ગણાવ્યો. વિધાયકે કહ્યું કે જ્યારે કોઈ જાહેરાત ફક્ત એક ખાસ સમુદાય માટે હોય અને તેમાં ધાર્મિક સ્થળ  બનાવવાની વાત કરાય તો તે આપણા સમાજના પરસ્પર ભાઈચારા માટે ખુબ નુકસાનકારક છે.

પોતાના પત્રમાં વિધાયકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ત્રણ માંગણી કરી છે. આ માંગણી આ પ્રકારની જાહેરાતો પર કડક કાર્યવાહી અંગે છે અને તેના પર કોઈ પણ રીતે રોક લગાવવામાં આવે, તેને દર્શાવે છે. અત્રે જણાવવાનું કે આ પત્ર સામે આવ્યા બાદ આ મામલો વધુ ગરમાયો છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર તેના પર શું પગલું ભરે છે. ભાજપ વિધાયકે કહ્યું કે સૌથી પહેલા તો આવી જાહેરાતો પર તાબડતોબ રોક લાગવી જોઈએ. પત્રમાં એમ પણ કહ્યું કે જે સંસ્થાઓ કે લોકો આ પ્રકારની જાહેરાતો આપતા હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકાવા માટે સરકારે કડક નિયમો અને ગાઈડલાઈન બનાવવા જોઈએ. જેથી કરીને કોઈ પણ સમાજમાં ફૂટ નાખનારી જાહેરાતો આપી ન શકે અને રાજ્યમાં શાંતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.

નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન (NHRC) એ પણ આ પ્રોજેક્ટને ગંભીરતાથી લીધો છે. કમીશન મુજબ આ  પ્રકારનું માર્કેટિંગ હ્યુમન રાઈટ્સ નિયમો અને રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (RERA) ના દિશા નિર્દેશોનો ભંગ કરે છે. NHRC ના સભ્ય પ્રિયંક કાનૂનગોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા તેને નેશન વિધિન ધ નેશન ગણાવ્યું અને મહારાષ્ટ્ર સરકાર પાસે તપાસની માંગણી કરી. કમીશને સરકાર પાસે બે અઠવાડિયાની અંદર જવાબ માંગ્યો છે.

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

રાજકોટમાં બની ચોંકાવનાર ઘટના: જી. આઇ. ડી. સી. માંથી અજાણી મહિલાની લાશ મળી આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો