August 7, 2026
ગુજરાત

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ હતુ. અમદાવાદમાં ઠેરઠેર સ્‍થાપિત કરાયેલ દુંદાળા દેવની મુર્તિઓને આજે ભારે હૈયે અને ભીની આંખે વિદાય આપી વિસર્જન યાત્રાઓ યોજવામાં આવી હતી.

તમામ સ્‍થળોએ પંડાલો આજે ખાલી થઇ ગયા હતા. જે ચોકમાં દરરોજ રોશનીના ઝળહળાટ અને નયનરમ્‍ય શણગાર વચ્‍ચે આરતી પૂજન અને સાંસ્‍કૃતિ કાર્યક્રમોનો ધમધમાટ ચાલતો હતો ત્‍યાં આજે શાંતિ છવાઇ ગઇ હતી.

કયાંક બપોરે તો કયાંક બપોર બાદ દુંદાળા દેવની વિસર્જન યાત્રા નિકળી હતી. પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવાયા હતા. ‘ગણપતિ અપને ગાંવ ચલે’ જેવા ગીતો અને ‘ગણપતિ બાપા મોરીયા, પુડચ્‍યા વર્ષી લવકરીયા’ના નાદોથી માર્ગો ગુંજી ઉઠયા હતા. અબીલ ગુલાલ અને પુષ્‍પવર્ષાથી વિસર્જન યાત્રાના માર્ગો લથબથ ગઇ ગયા હતા.

આજે અમદાવાદમાં વરસાદ હોય જાણે ગણપતિ બાપાને વિદાય આપવા મેઘરાજાની પણ હાજરી હોય તેવો ભાવ સૌએ અનુભવ્‍યો હતો. વરસતા વરસાદે પણ ગણેશ ભકતો ગણેશબાપાની વિસર્જન યાત્રામાં સામેલ થયા હતા.

અમદાવાદમાં મૂર્તિ વિસર્જન માટે કેટલાક સ્‍થળો તંત્ર દ્વારા નિરધારીત કરાયા છે. અનેક સ્થળોએ વિસર્જન કરવા કુત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે.

નિકોલ ચા રાજા ના વિસર્જનમાં ભાવિ ભક્તોની ભીડ જામી હતી પોલીસ બંદોબસ્ત અને યુવા મંડળ દ્વારા વાજતા ગાજતા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા.

https://www.instagram.com/reel/DOQc2wxCFus/?igsh=c3NheWlzdGoxYnJ1

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો