August 8, 2026
દેશરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

આજે રવિવારે સંસદ સંકુલમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઇ છે. જે દરમિયાન GST માં સુધારા માટે પ્રધાનમંત્રી મોદીનું સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે. જીએસટીમાં થયેલા સુધારાને કારણે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. જેનાં કારણે તેમનું આ સન્માન કરવાનું આયોજન કરી રહ્યા છે.

આ વર્કશોપનું આયોજન ઘણા લાંબા સમય પહેલા જ કરી લેવાયું હતું. પીએમ મોદી પણ તેમાં હાજર રહ્યા હતા. જો કે પીએમ મોદી કાર્યશાળામાં છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેમનો સરળ અંદાજ જોઇને સૌકોઇ આશ્ચર્યમાં મુકાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા હતા. પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી વર્કશોપમાં સરકાર દ્વારા જીએસટી દર ઘટાડવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ યોજાઈ રહી છે. આ વર્કશોપ રવિવારે સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તેમાં હાજર રહ્યા હતા.
ભાજપ અને તેના સાંસદોનું કહેવું છે કે, નવા GST સ્લેબથી લોકો પર ટેક્સનો બોજ ઓછો થશે અને અર્થતંત્રને વેગ મળશે. ભાજપ અને તેના સાથી પક્ષોને આશા છે કે જીવન જરૂરી અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે સામાન્ય લોકોને મોટી રાહત મળશે. તમામ વસ્તુઓમાં ટેક્સ ઘટાડાનો સરવાળો કરીએ તો મહિને ખુબ જ મોટી રાહત મળે છે. જેનો લાભ તેમને નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે છે.
પ્રેટર મુજબ, પ્રધાનમંત્રી  મોદી ગઇકાલે  શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. તેમના કાર્યાલયે X પર એક પોસ્ટમાં આ મુલાકાતનો ફોટો શેર કર્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત મોદી જાપાન અને ચીનની મુલાકાત પુર્ણ કર્યા બાદ પરત ફર્યાના થોડા દિવસો પછી થઈ હતી.
પંજાબ અને દેશના અન્ય ભાગોમાં પૂરને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને આવતીકાલે 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને NDA સાંસદો માટે આયોજિત રાત્રિભોજન રદ કરવામાં આવ્યો છે.

આ રાત્રિભોજન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના એક દિવસ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાનારા રાત્રિભોજનને પણ રદ કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

લવ જેહાદ માટેના કાનૂન ને ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો