ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશ પાસ કરી દીધો છે.આજે મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જેહાદ પર કાયદો બનાવીશું. જેથી લાલચ, દબાવ, ધમકી આપીને લગ્નની ઘટનાઓ રોકી શકાય. યોગી સરકારના અધ્યાદેશમાં બીજા ધર્મમાં લગ્ન કરવા માટે સંબંધિત જિલ્લાધિકારીની મંજૂરી લેવી ફરજીયાત હશે. આ માટે લગ્ન પહેલા ૨ મહિનાની નોટિસ આપવી પડશે. મંજૂરી વગર લગ્ન કરવા કે ધર્મ પરિવર્તન કરવા પર છ મહિનાથી લઈને વર્ષની સજાની ૩ સાથે ૧૦ હજારનો દંડ આપવો પડશે.