September 20, 2026
ગુજરાતજીવનશૈલી

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

લોકડાઉનને ૨ સપ્તાહ વધારીને ૧૭મી સુધી કરવામાં આવ્યુ છે. પરંતુ અમુક રાહતો પણ આપવામાં આવી છે.

સરકારે ૪ મેથી દારૂ અને પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની પરવાનગીઓ આપી છે. જોકે કેટલીક શરતોને આધીન રહેશે. સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.સરકારે એવુ પણ જણાવ્યુ છે કે દારૂ , પાન-મસાલા, ગુટખા અને તંબાકુનું જાહેર સ્થળે સેવન નહિ કરી શકાય. જાહેર સ્થળો પર તેના સેવન પર  પ્રતિબંધ રહેશે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે લોકોએ આવી દુકાનો પર ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. એટલુ જ નહિ દુકાન પર પ થી વધુ લોકો દુકાનમાં હોવા ન જોઇએ. લોકડાઉન ૩.૦માં  પાન-મસાલા,ગુટખાની પરવાનગી અપાઇ છે. માત્ર કંન્ટેમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.  દારૂનુ વેચાણ મોલ્સ અને કોમ્પલેક્ષમાં થઇ નહિ શકે. ત્યાં ૧૭મી સુધી પ્રતિબંધ રહેશે. જો કે  કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ નથી કર્યુ કે ક્યાં ઝોન માં પાન – મસાલાની છુટ રહે અને કયા ઝોનમાં નહિ રહે. પરંતુ એવો અંદાજ મુકવામાં આવે છે કે આ છુટછાટ માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જ  મળશે.

Related posts

25 વર્ષની ઉંમરે સફેદ થઈ ગયા છે વાળ, તો અજમાવો આ ઉપાય, કુદરતી કાળા થઈ જશે વાળ

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

તમે દરરોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તેના ઇતિહાસ વિશે શું તમે જાણો છો? જાણો કેવીરીતે અને કોને બનાવ્યું દુનિયાનું પ્રથમ બ્રશ

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

દર વર્ષના જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ થી શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા હોલિકા દહન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો